ફિલ્મ “રાજા હિન્દુસ્તાની”નો નાનો છોકરો હવે બની ગયો છે નવાબ ફેમિલીનો જમાઈ, જોઈ લો લગ્નની તસવીરો

ફિલ્મ “રાજા હિન્દુસ્તાની”નો નાનો છોકરો હવે બની ગયો છે નવાબ ફેમિલીનો જમાઈ, જોઈ લો લગ્નની તસવીરો

આમિર ખાન અને કરિશ્મા કપૂરની સુપરહિટ ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’ નો ક્રેઝ આજે પણ જોવા મળી રહ્યો છે.  લોકોને તે બધા એક્ટર્સ યાદ આવે છે જેમણે ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’ માં કામ કર્યું હતું. ખાસ કરીને આ ફિલ્મના ગીતો આજે પણ લોકોના મોઢે યાદ છે.

પરદેશી પરદેસી… આ ફિલ્મનું ગીતએ લોકોને તેમનું હૃદય તોડ્યા પછી પણ મનોહર લાગે છે. આટલું જ નહીં, આ ફિલ્મની સ્ટોરી અનેક વખત જોયા પછી પણ લોકોને કંટાળો લાવતી નથી, પરંતુ અહીં અમે આ ફિલ્મમાં આમિર ખાન સાથે દેખાયેલા બાળક વિશે જણાવીશું. તો ચાલો જાણીએ કે આ લેખમાં કે આમિર ખાન સાથે દેખાયેલો છોકરો શું કરે છે.

આ ફિલ્મમાં આમિર ખાન સાથે એક બાળકની ભૂમિકા ભજવી છે. તેનું નામ રજનીકાંત છે. રજનીકાંતનું પાત્ર કૃણાલ ખેમુએ ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’ માં ભજવ્યું હતું.  કૃણાલ ખેમુને રાજા હિન્દુસ્તાની ફિલ્મથી ઘણી ઓળખ મળી. ત્યારબાદ તેણે ક્યારેય પાછળ ફરીને જોયું નહીં. જોકે કૃણાલ બાળપણમાં ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે, પરંતુ તે હાલમાં પણ અનેક મૂવીમાં ફિલ્મોમાં જોવા મળે છે. હવે તમે કહેશો કે કૃણાલ ખેમુ નવાબ પરિવારના જમાઈ કેવી રીતે બન્યા.

કુણાલ ખેમુ હીરો બન્યા બાદ કંઈ મેજિક કરી શક્યો નહિ

કૃણાલ ખેમુનું ભવિષ્ય બાળપણ જેટલું હિટ જોવા મળ્યું નહિ. બાળ કલાકાર બાદ કૃણાલે 7 થી 8 નો બ્રેક લીધો હતો, ત્યારબાદ તે ફરી એકવાર બોલીવુડમાં પાછો ફર્યો હતો. કૃણાલ ખેમુએ ‘ગોલમાલ’ સિરીઝ, ‘ગો ગોવા ગોન’, ‘જય વીરુ’ અને ‘ગુડ્ડુ કી ગન’ માં એક એક્ટર તરીકે અભિનય કર્યો હતો, પરંતુ આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર કોઈ કમાણી કરી નહોતી. જોકે આ ફિલ્મોમાં કૃણાલ ખેમુની અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

કુણાલ ખેમુએ પટૌડી પેલેસની રાજકુમારી સાથે લગ્ન કર્યા

ત્યાર બાદ લાંબા રિલેશન પછી કુણાલ ખેમુએ પટૌડી રાજકુમારી એટલે કે સોહા અલી ખાન સાથે લગ્ન કર્યા.  2015 માં બંનેના લગ્ન થયા હતા. લગ્ન પહેલા બંને લિવ ઇન રિલેશનશિપમાં હતાં. કુણાલ ખેમુએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે અમે બંને દુનિયા માટે નહીં પણ એક બીજાને ઓળખવા માટે લિવ ઇન રિલેશનશિપમાં હતાં.

ત્યારબાદ અમે લગ્ન કરવાનું નક્કી કર્યું.  કૃણાલ ખેમુએ કહ્યું કે હું સોહાને તે દરમિયાન ખૂબ જ સમજી શક્યો હતો અને મને ખાતરી છે કે સોહા કરતા બીજું કોઈ મારો શ્રેષ્ઠ હમસફર ન હોઈ શકે.

કુણાલ અને સોહા એક પુત્રીના માતાપિતા બની ગયા છે

કુણાલ અને સોહાની એક સુંદર દીકરી પણ છે જેનું નામ ઇનાયા છે. કુણાલ અને સોહા ઘણીવાર ઈનાયાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરે છે, જેને તેમના ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. તાજેતરમાં કૃણાલ ફિલ્મ કલંકમાં જોવા મળ્યો હતો. પરંતુ સોહા અલી ખાનની ફિલ્મી કરિયર કંઈ ખાસ નહોતી. જેના કારણે તે હવે ફિલ્મોથી દૂર છે.

admin