પોતાના થી 13 વર્ષ નાના આ બૉલીવુડ ના એક્ટર ના પ્રેમ માં પાગલ હતી રેખા, ખબર પડતા જ થયો હતો મોટો હંગામો

બોલિવૂડમાં ઘણી સુંદર એક્ટ્રેસ આવી અને ગઈ પરંતુ રેખાની સુંદરતાનો મુકાબલો કોઈ કરી શક્યું નહીં. ૬૫ વર્ષની ઉંમરમાં પણ રેખા કોઈપણ અભિનેત્રીને ટક્કર આપે છે. જેમ-જેમ રેખાની ઉંમર વધતી જાય તેમ-તેમ તેની સુંદરતામાં પણ વધારો થઇ રહ્યો છે.
રેખા એક એવી અભિનેત્રી છે, જે સમયની સાથે સાથે વધારે સુંદર બની રહી છે. રેખા પર ફિલ્માવવામાં આવેલ ગીત “ઇન આંખો કી મસ્તી કે મસ્તાને હજારો હૈ” તેમના પર બિલકુલ ફિટ બેસે છે.
તેમની સુંદરતાનાં દિવાના ફક્ત મોટી ઉંમરના જ લોકો નથી, પરંતુ યંગસ્ટર્સ પણ છે.
રેખાનું બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચનની સાથેનો પ્રેમ જગજાહેર છે, પરંતુ કહેવામાં આવે છે કે રેખાનું દિલ એક વખત પોતાનાથી ૧૩ વર્ષ નાના એક્ટર અને આજના સુપરસ્ટાર અક્ષય કુમાર ઉપર પણ આવી ગયું હતું.
જો કે ફક્ત અક્ષય જ નહીં, પરંતુ રેખાનું નામ વિનોદ મહેરા, રાજ બબ્બર અને સંજય દત્ત જેવા અભિનેતાઓ સાથે પણ જોડાઇ ચુક્યુ છે. પરંતુ આજે અમે તમને અહીં રેખા અને અક્ષય કુમારની પ્રેમ કહાની વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
કહેવામાં આવે છે કે જ્યારે રેખા અક્ષય કુમાર પર પોતાનું દિલ હારી ગઈ હતી, ત્યારે અક્ષય કુમાર બોલીવુડ અભિનેત્રી રવીના ટંડન સાથે સંબંધોમાં હતા.
રેખા અને અક્ષય વચ્ચે ઘટતા અંતરને જોઈને રવીના ટંડનનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. અક્ષય અને રેખાની ઉંમર વચ્ચે ૧૩ વર્ષનું અંતર હતું. રેખા અક્ષય કુમાર કરતા ૧૩ વર્ષ મોટી હતી, તેમ છતાં પણ તે અક્ષય પર ફિદા થઇ ગઇ હતી.
વર્ષ ૧૯૯૬માં ફિલ્મ આવી હતી “ખિલાડીઓ કા ખિલાડી” અને આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ અક્ષય અને રેખાની વચ્ચે પ્રેમનો પારો ચડી ગયો હતો. આ ફિલ્મમાં અક્ષય અને રવિનાની સાથે રેખા પણ મુખ્ય ભૂમિકામાં હતી.
ફિલ્મમાં રેખાએ “મેડમ માયા” નું પાત્ર નિભાવ્યું હતું. તે દિવસોમાં રવિના અને અક્ષય કુમારની લવ સ્ટોરી ચર્ચામાં હતી. તેમ છતાં પણ અક્ષય રેખાની નજીક જવાથી પોતાને રોકી શક્યા નહીં.
ફિલ્મમાં અક્ષય સાથે રેખાના ઘણા ઇંટીમેટ સીન હતા. તેણે રવીનાને ઇનસિક્યોર કરી દીધી હતી.
મીડિયા રિપોર્ટમાં માનવામાં આવે તો તે દિવસોમાં રેખા અક્ષય કુમારનાં પ્રેમમાં એવી રીતે પાગલ બની ગઈ હતી કે તેની સાથે પોતાનો વધુમાં વધુ સમય પસાર કરવા લાગી હતી.
એટલું જ નહીં તે ઘરેથી શૂટિંગ સેટ પર અક્ષય કુમાર માટે ભોજન પણ લઈ આવતી હતી.
વળી રેખાને અક્ષય કુમારની નજીક જોઈને રવિના પણ આશ્ચર્યચકિત હતી. કહેવામાં આવે છે કે અક્ષય કુમારને કારણે રેખા અને રવિનાની વચ્ચે કેટ ફાઇટની શરૂઆત થઇ ગઇ હતી. રવિનાએ તો અક્ષય કુમારને રેખાથી દૂર રહેવાની વોર્નિંગ પણ આપી દીધી હતી.
અક્ષય અને રેખાની વચ્ચે ઘટી રહેલા અંતરને જોઈને રવિના એટલી ગુસ્સે થઈ ગઈ હતી કે તેણે મીડિયાની સામે રેખા ઉપર કીચડ પણ ઉછાળ્યું હતું.
એક વખત તેણે પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે અક્ષય કુમાર રેખાની નજીક ગયા નથી, પરંતુ ફક્ત ફિલ્મને કારણે તેને સહન કરી રહ્યા છે. રવિનાએ તો એવું પણ કહ્યું હતું કે અક્ષય કુમારને રેખામાં કોઈ દિલચસ્પી નથી.
રવિનાનાં જણાવ્યા અનુસાર “”રેખા જ અક્ષયકુમારની પાછળ હાથ ધોઈને પડી ગઈ છે.
રવિનાએ કહ્યું હતું કે જ્યારે કોઈ એક્ટ્રેસને જાણ છે કે અમે બંને સાથે છીએ, તો અક્ષયની આટલી નજીકથી શા માટે જઈ રહી છે? હું તેમને હદમાં રહેવા માટે કહી શકું છું, પરંતુ અક્ષય જાણે છે કે તેણે કેવી રીતે હેન્ડલ કરવાનું છે.”
જોકે બાકીના અફેર્સની જેમ રેખાની સાથેના સંબંધોનો પણ ખૂબ જ જલ્દી અંત આવી ગયો હતો.
વળી અમુક સમય બાદ અક્ષય અને રવિના પણ એકબીજાથી અલગ થઈ ગયા હતા. પરંતુ તે દિવસોમાં અક્ષય કુમારની સાથે પોતાના અફેરને લઈને રેખા ખૂબ જ વિવાદોમાં રહી હતી.