આ એક પાન ના ઉપયોગ થી દૂર થાય 30 જેટલી બીમારીઓ, જાણી લો કઈ રીતે ઉપયોગ કરવો ચોક્કસ મળશે પરિણામ

બેટલલિફ એટલે કે નાગરવેલ અથવા સંસ્કૃતમા સપ્તશિરા. જે ગુજરાત માં સૌરસ્ત્ર અને દક્ષિણ ગુજરાત માં થાય છે અને તે વેલ આકાર ની વનસ્પતિ છે તે ભારત માં પણ અલગ-અલગ જગ્યા એ થાય છે અલગ-અલગ પ્રકારે થાય છે. જમ્યા પછી તેને ખાવાની પ્રથા છે.
તે પંદર ફૂટ લાંબી અને મજબૂત ગાંઠોવાડી હોય છે. તેના પણ લીલા કે પોપટી કલર ના અને આઠ ઇંચ લાંબા અને સાત શિરા વાળા હોય છે. તે દવા તરીકે વપરાય છે.
તેના ફળ ઝૂંમખામાં અને ચપતા હોય છે, તેના પાનમા ઘણા વૈદ્યકિય ગુણો છે. તેના ફળ ,મૂળ કે પાન દવા સ્વરૂપે વપરાય છે.
જો પાકું પાન ખાવામાં આવે તો કાચા કરતા તે ઉત્તમ છે. તેના વધુ પડતા પાન ખાવાથી નુકસાન પાન થાય છે. આ પાન માં ચૂનો ચોપડી, કાથો લગાવી, સોપારી, લવિંગ અને વરિયાળી નાંખી ને ખાવામાં આવે છે અને મોઢું ચોખૂ થાય છે અને પાચન સારું થાય છે.
સ્વાદ ની દ્રષ્ટિ એ તે મીઠી કડવી, તુરિ હોય છે. આ ઉપરાંતે તે વાત અને કફ દૂર કરે છે ભૂખ વધારે છે અને વાયુ ને દૂર કરે છે અને મોઢામાં સુગંધ અને લાળ બનાવે છે તે હદય ને તેજ બનાવે છે અને દુખાવો દૂર કરે છે.
ઉધરસ, શરદી, ખંજવાળ, સોજા, તાવ વગેરે મટાડે છે.આ ઉપરાંત તે તાકાત આપે છે અને પેટના રોગો મટાડે છે.
શું છે નાગરવેલના ફાયદા :
તેના પાંદ કબજિયાત માં રાહત આપે છે. તેના પાનના ૧૫ પાંદડા ને ૩ ગ્લાસ પાણીમાં નાખીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી બળીને ૧/૪ ભાગ થાય જાય. આ દિવસમાં ૩ વાર પીવું.
જો તમરું રહદય નબળું હોય તો તેના પાન સાથે સાકર ઉમેરીને પીવાથી તે મજબૂત થશે. તેના પાન કંઠ નો અવાજ પણ સુધરે છે. અવાજ બેસી ગયો હોય તો તેના પાન અને જેઠીમધનો કટકો ખાવાથી અવાજ ખૂલી જાય છે.
તેના પાન ચાવીને ખાવાથી સલાઇવ લાળ બને છે જે પાચન તેજ કરે છે જમ્યા પછી તેના પાન જરૂર ખાવા તેથી ભોજન સરળતાથી પચી જશે.
તેના પાન ના સાત પાન અને ૨ પ્યાલા પાણીમાં ખાંડ સાથે ઉકાલો અને જયારે પાણી એક ગ્લાસ રહે થાય જાય તો તેને ઠંડુ પાડો તેને દિવસમાં ત્રણ વાર પીવાથી બ્રોકયટીસમાં લાભ થાય છે.
તેના ૫ પાન ૨ કપ પાણી માં ઉકાળો જ્યારે પાણી અડધું થઈ જાય ત્યાસુધી ઉકાળો આ પાણી પીવાથી શરીર માથી આવતી વાસ દૂર થાય છે તેના પાન ઘાવ પર લગાડવાથી ઘા જડપ થી રુજાય જાય છે.
તેના પાન નો રસ પીવાથી ગેસ્ટ્રીક-અલ્સરને રોકવામા ઘણી મદદ મળે છે. કારણ કે તેને ગૈસ્ત્રોટપ્રોટેકટી ની કામગીરી માટે પણ ઓળખાય છે.
જો નસકોરી ફૂટતી હોય તો તેના પાન પીસીને સૂંઘવાથી આરામ મળે છે અને જો ચાંદા પડતાં હોય તો તેમાં પાન ફાયદો થાય છે. તેના પાન ચાવવાથી ઓરલ કેન્સરનો ખતરો ટાળી શકાય છે.
તેમાં એબ્સકોર્બીક એસીડ અને બીજા એંટી ઓક્સીડેંટ હોય છે જે મોઢામાં જળવાઈ રહેવાથી નુકશાનકારક કેન્સર ફેલાવતા તત્વો નો નાશ કરે છે. તેના પીવાથી મોઢાની દુર્ગંધ પણ દુર થાય છે.
તેના ૫-૬ પાન ગ્લાસ માં પાણી નાખી ઉકાળી ને ઠંડા પડી ને આંખો માં લગાવો તેનાથી આંખો ને આરામ મળશે અને જો પેઢા માથી લોહી નિકડે છે તો આ પાણી ના કોગળા કરવાથી લોહી નિકળતું બંધ થઈ જશે.
આ પાન જ્યાં ખંજવાળ આવતી હોય ત્યાં લગાવવાથી રાહત મળે છે. જે લોકોને વજન ઘટાડવું છે તેમના માટે આ પાન ચાવવા ખૂબ જ ઉપયોગી છે. તેના પાન એ તાકાત આપે છે એટલા માટે લગ્ન પછી તેને વર-વધુ બંને ને ખવડાવવામા આવે છે,
તેના પાન ની પેસ્ટ ને ફેશપૈક ની જેમ ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી ચામડી ને લગતી બીમારી માં રાહત મળે છે. આયુરર્વેદમા આનો ઉપયોગ બાલતોડના ઉપચાર માટે કરવામાં આવે છે.
બાલતોડ થયા પછી પાંદડાને હળવા ગરમ કરો તેની ઉપર એરંડિયુ તેલ લગાવીને બાલતોડવાળી જગ્યા ઉપર લગાવવું