દહીંમાં મિક્સ કરી દો માત્ર આ વસ્તુ, તમારા ડ્રાય અને બરછટ વાળ માંથી મળશે મુક્તિ

દહીંમાં મિક્સ કરી દો માત્ર આ વસ્તુ, તમારા ડ્રાય અને બરછટ વાળ માંથી મળશે મુક્તિ

મિત્રો હાલ વર્તમાન સમય મા લોકો અનેક વિધ સમસ્યાઓ થી પીડાય છે. આ સમસ્યાઓ મા મુખ્યત્વે કોઈ સમસ્યા થી પીડાતા હોય તો તે છે વાળ ને લગતી સમસ્યા.

હાલ તમને આજે આ લેખ મા વાળ ની આ સમસ્યાઓ માંથી મુક્તિ મેળવવા માટે ના ઉપાય વિશે ની ચર્ચા કરીશું. વાળ ની સમસ્યાઓ માંથી મુક્તિ મેળવવા માટે દહીં નો ઉપયોગ પુરાતન કાળ થી કરવામાં આવે છે.

દહી માં પુષ્કળ પ્રમાણ માં એન્ટી બેક્ટેરિયલ ગુણો તથા અઢળક વિટામિન્સ સમાવિષ્ટ હોય છે જે વાળની સમસ્યાઓને દૂર કરવામાં સહાયરુપ બને છે. દહીં મા એવા અનેક પ્રકાર ના ગુણતત્વો સમાવિષ્ટ હોય છે.

જે વાળ ને કાળા અને મજબૂત બનાવવા માટે સહાયરૂપ થાય છે દહીં માં ફેટી એસિડ સમાવિષ્ટ હોય છે જે વાળ ને સ્વસ્થ બનાવી રાખે છે.

જો તમે પણ તમારા વાળ ને નરમ, શાઇનિંગ અને મજબૂત બનાવવા ઇચ્છો છો તો અઠવાડિયા મા બે વખત દહીં નો પાવર પેક લગાવો.

જાણીએ આ પાવર પેક બનાવવા માટે ના સરળ નુસ્ખાઓ…

ખોળા ને દૂર કરવા માટે તૈયાર કરો આ પેક:

દહીં માં અમુક એવા ગુણતત્વો સમાવિષ્ટ હોય છે જે વાળ માં રહેલા ખોળા ને દૂર કરવામાં સહાયરૂપ બને છે.

આવશ્યક સાધન-સામગ્રી:

દહીં : ૧ બાઉલ , મેથી દાણા પાઉડર : ૫ ચમચી , લીંબૂ નો રસ : ૧ ચમચી

વિધિ :

સૌપ્રથમ એક પાત્ર લો, ત્યાર બાદ તેમાં બધી જ સામગ્રીઓ વ્યવસ્થિત રીતે મિક્સ કરી લ્યો. ત્યાર બાદ બ્રશ ની સહાયતા વડે આ પેસ્ટ ને વાળ મા લગાવી લ્યો.

ત્યાર બાદ આ પેસ્ટ ને અંદાજીત ૪૦ મિનિટ ના સમયગાળા સુધી રહેવા દયો, ત્યાર બાદ વાળ ને માઇલ્ડ હર્બલ શેમ્પૂ થી ધોઇ લો. અઠવાડિયા મા બે વખત આ નુસખો અજમાવો.

વાળ ની શાઇનિંગ વધારવા માટે બનાવો આ પેક

આવશ્યક સાધન-સામગ્રી:

દહીં : ૧ બાઉલ , જાસૂદ ના ફૂલ : ૨૦ નંગ ,લીમડા ના પાન : ૧૦ નંગ , સંતરા નો રસ : ૧/૨ બાઉલ

વિધિ:

સૌથી પહેલા જાસૂદ ના ફૂલો અને લીમડા ના પર્ણો ને મિક્સર મા વ્યવસ્થિત રીતે ક્રશ કરી લ્યો ત્યાર બાદ તેમા દહીં અને સંતરા નો રસ ઉમેરી એક પેસ્ટ તૈયાર કરી લ્યો.

હવે આ પેસ્ટ ને વાળ મા લગાવી લ્યો અને ૧/૨ કલાક બાદ શેમ્પૂ થી વાળ ને વોશ કરી લો. તમારા વાળ એકદમ ચળકાટ ધરાવવા માંડશે.

વાળ ને મજબૂત બનાવવા માટે લગાવો આ પેક:

દહીં નો ઉપયોગ કરીને વાળ સરળતા થી મજબૂત બનાવી શકાય છે. જો તમે વાળ ખરવા ની સમસ્યા થી પીડાતા હોવ તો તેને રોકવા માટે આ પેક ને વીક મા ૧ વાર અવશ્ય લગાવવું.

આવશ્યક સાધન-સામગ્રી :

દહીં : ૧ બાઉલ , ઇંડુ : ૧ નંગ ,જૈતૂન નું ઓઈલ : ૨ ચમચી , એલોવેરા જેલ : ૩ ચમચી , તુલસી ની પેસ્ટ : ૨ ચમચી , લીમડા ની પેસ્ટ : ૨ ચમચી

વિધિ :

એક પાત્ર મા આ બધી જ સામગ્રીઓ વ્યવસ્થિત રીતે મિક્સ કરી લ્યો. હવે તમારા વાળ ના મૂળ સુધી આ પેસ્ટ લગાવો. એક કલાક સુધી આ પેસ્ટ ને વાળ મા રહેવા દો અને ત્યાર બાદ શેમ્પૂ થી હેર વોશ કરી લો.

નોંધ: જો તમે કોઈપણ પ્રકારની એલર્જી અથવા તો અન્ય કોઇ સમસ્યા થી પીડાતા હોવ તો આ નુસ્ખા અજમાવતા પૂર્વે દાકતર ની સલાહ અવશ્યપણે લેવી

admin