આ ફોટો માં છે 100 વર્ષ પહેલા નું રાજા મહારાજા ના સમય નું ભારત, ભારતવર્ષ ની અદભુત તસવીરો

આ ફોટો માં છે 100 વર્ષ પહેલા નું રાજા મહારાજા ના સમય નું ભારત, ભારતવર્ષ ની અદભુત તસવીરો

નમસ્તે મિત્રો તમારા સૌનું ફરી એકવાર મારા લેખમાં તમારૂ સ્વાગત છે. ઘણી વાર એવું બને છે કે હું ઘરની બહાર નીકળું છું અને ક્યાંક ફરવા માટે જઉં છું. અને મને ખ્યાલ આવે છે કે જ્યારે બ્રિટિશરો ભારત પર શાસન કરતા હતા,

ત્યારે શું તે સમયે આવું જ દેખાતું હશે? અને મને ખબર છે કે આ જ વિચાર તમારા મગજમાં પણ ઘણી વાર આવતો હશે. તો આજે હું આવી જ કેટલીક તસવીરો તમારી સમક્ષ રજૂ કરવા જઇ રહ્યો છું, તે જોયા પછી તમે સમજી શકશો કે 100 વર્ષ પહેલાં આપણો ભારત કેવો લાગતો હતો.

આ બ્રિજ જે તમે હવે જોઇ રહ્યા છો, આ દાર્જિલિંગની તીસ્તા નદીની ઉપર ભુતાનના માર્ગ પર બનેલો વાંસનો પુલ. જે 100 વર્ષ પહેલા આવો દેખાતો હતો.

પહેલાના સમયમાં રાજા મહારાજા હતા. અને સાથે મહારાણી પણ હતી. તો તમે આ ચિત્રમાં જે મહારાણી દેખાય રહી છે તે પ્રતાગઢ ની મહારાણી છે.

એકલા રાજા કંઈ પણ કરી શકતા નથી, રાજાની સાથે તેની સેના હોવી પણ જરૂરી છે, તો પછી તમે જે ચિત્ર જોઈ રહ્યા છો તે ભરતપુરના મહારાજા જસવંતસિંહ અને તેના દરબારની છે.

તમે તેને જોઇને આને ઓળખી ગયા હશો, આ બ્રિટિશ યુગનું “તાજમહેલ” છે, જે આજે પણ ભારતનું ગૌરવ છે અને તે તેમ ને તેમ જ ઉભો છે. આજે પણ તેનું નામ વિશ્વના 7 અજાયબીઓમાં આવે છે.

આજે પણ આપણા દેશમાં ઘણા સ્થળોનએ આદિવાસીઓ રહે છે, તે જ રીતે તેઓ પહેલાં પણ રહેતા હતા. તો તમે જોઈ રહેલ આ તસવીર એ નીલગિરી ટેકરી પર રહેતા કુરુમ્બા આદિવાસીઓની તસવીર છે.

ભારતનો લાલ કિલ્લો આજે નહીં પરંતુ ઘણા વર્ષોથી ભારતનું ગૌરવ છે. એ જ રીતે, બ્રિટીશ યુગમાં પણ દિલ્હીનો લાલ કિલ્લો ભારતનો ગૌરવ હતો અને બ્રિટિશ યુગમાં આ લાલ કિલ્લો કંઈક આવો બતાતો હતો.

દરેક જણ વિચારે છે કે રાજા કેવા દેખાતા હશે, અને તેના વિશે તેવું શું ખાસ હશે. તો મિત્રો, આ ગ્વાલિયરનો મહારાજા છે, તમે તેને જોઈને સમજી ગયા હશો કે મહારાજા કેવા દેખાતા હશે.

લખનઉ રેસિડેન્સી વિશે તમે ઘણી વાર સાંભળ્યું હશે. અને ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં રહેતા લોકોએ તેને જોયા જ હશે. તો તમને જણાવી દઈએ કે, બ્રિટિશ યુગમાં લખનઉ રેસીડેન્સી કંઈક આવું દેખાતું હશે.

આ તસવીર રાજકોટની રાણીની છે, તે જોઈને તમે સમજી જ ગયા હશો કે મહારાણીયા પહેલા કેવી દેખાતી હતી.

દિલ્હીમાં આજે પણ ઘણી એવી જગ્યા છે જે ખૂબ જ પ્રખ્યાત છે. તેમાંથી એક કાશ્મીરી દરવાજો છે. તો મિત્રો, તમને જણાવી દઇએ કે દિલ્હીનો કાશ્મીરી ગેટ 100 વર્ષ પહેલા આવો દેખાતો હતો.

admin