એક સમયે હતું 85 કિલો વજન, 4 માસ માં ઘટાડ્યું 21 કિલો વજન આ રીતે એ પણ કઈ ખાવાનું છોડ્યા વગર, જાણો ….

પોતાની ડેબ્યુટ ફિલ્મ “ દમ લગા કે હૈશા ’’ મા અભિનેત્રી ભુમિ પેડનેકર નુ વજન અંદાજિત ૮૫ કિલો જેટલુ હતુ. આ ફિલ્મ મા ભૂમિ ના પાત્ર ને ભજવવા માટે તેમણે પોતાનુ વજન ૧૫ કિલો જેટલુ વધારવુ પડયુ હતુ.
જ્યારે તેણીએ આ ફિલ્મ સાઈન કરી ત્યાર થી તેમણે દરરોજ કેલરી થી ભરપૂર ભોજન ગ્રહણ કરવા નુ શરૂ કરી દીધુ.
આ પહેલી ફિલ્મ થી જ ભૂમિ સૌ કોઈ ના હ્રદય મા ઘર કરી ચૂકી હતી. આ ફિલ્મ માટે ભૂમિ ને ફિલ્મફેર નો એવોર્ડ પણ મળી ચૂક્યો છે.
જ્યારે આ એવોર્ડ લેવા માટે ભૂમિ સ્ટેજ પર પહોચી ત્યારે તેણી ને જોઈ ને બધા અશ્ચર્યચકિત થઈ ગયા. કારણ કે , આ ફિલ્મ બાદ ભૂમિ એ પોતાનુ વજન ઘટાડી નાખ્યુ હતુ અને ભૂમિ ને સ્લીમ ફિગર મા જોઈને બધા જ ચોંકી ગયા હતા.
હમણા થોડા સમય પૂર્વે જ આવેલી ભૂમિ પેડનેકર ની ફિલ્મ ‘ સોનચિડીયા ’ મા પણ તેના અભિનય ના ખૂબ જ વખાણ કરવા મા આવ્યા છે. ભૂમિ હાલ તેના મજબૂત અભિનય ની સાથો સાથ તેના વજન ઘટાડા માટે પણ અન્ય લોકો માટે પ્રેરણા નો સ્ત્રોત બની છે.
તેના આ ટ્રાન્સફોર્મેશને તો સૌ ને વિચારતા કરી દીધા છે અને તેણી નુ આ સ્વરૂપ જોઈને લોકો શોક મા ગરકાવ થઈ ગયા છે. તેણીએ ફક્ત ૪ માસ મા ૨૧ કિલો જેટલુ વજન ઘટાડયુ હતુ.
તેણી સોશિયલ મિડીયા પર અવાર-નવાર વજન ઘટાડવા ની ટીપ્સ શેયર કરે છે. તો જાણૉ કોઈ ડાઈટ તથા ભોજન મા કોઈપણ જાત નો ઘટાડો કર્યા વગર કેવી રીતે તેણીએ પોતાનુ બોડી આટલુ સ્લિમ અને આકર્ષક બનાવ્યુ.
બોડી ડીટૉક્સ કર્યુ :
ભૂમિ તેના દિવસ નો પ્રારંભ ૧ ગ્લાસ ગરમ પાણી સાથે કરતી. તે શરીર મા થી દૂષિત તત્વો ને બહાર કાઢવા મા સહાયરૂપ બને છે. આમ , કરવા થી આપણા શરીર મા પ્રવર્તતા ઝેરી દ્રવ્યો નાશ પામે છે.
તેમના ડિટોક્સ પાણી મા લીંબુ , ફૂદીનો તથા કાકડી નો પણ સમાવેશ થાય છે. તે નિયમીત ૧ લિટર પાણી મા ૩ કાકડી ના ટુકડા , ફૂદીના ના પર્ણો અને ૪ લીંબુ નો રસ મિક્સ કરી તેને ફ્રીઝ મા થોડા સમય માટે રાખી ને ૧ કલાક બાદ તેનુ સેવન કરતી. આ ઉપરાંત તે એલોવેરા નુ જ્યુસ તથા ગ્રીન ટી નુ પણ સેવન કરતી.
બ્રેકફાસ્ટ :
મિત્રો , કહે છે કે બ્રેકફાસ્ટ એ આપણા સંપૂર્ણ દિવસ નો સૌથી મહત્વપૂર્ણ આહાર છે. સવાર મા બ્રેકફાસ્ટ અવશ્ય કરવો જોઈએ. સવાર નો નાસ્તો ગ્રહણ કરવા થી આપણુ શરીર ઉર્જામયી બની રહે છે.
તેણી શરીર ને ડીટોક્સાઈઝ કર્યા બાદ મલાઈ વિના નુ દૂધ તથા મૂસલી નુ સેવન કરતી. તેની સાથે તે બ્રેકફાસ્ટ મા વ્હાઈટ બ્રેડ , આમલેટ તથા ફ્રુટ જ્યુસ નુ પણ સેવન કરતી.
વ્યાયામ :
પૌષ્ટિક ભોજન ની સાથોસાથ ભૂમિ નિયમિત જીમ મા પણ કાર્ડિયો અને અન્ય પ્રકાર ની કસરતો કરતી હતી. જેથી તેનુ શરીર વ્યવસ્થિત શેપ મા રહે.
વ્યાયામ બાદ નો નાસ્તો :
વ્યાયામ બાદ ના આહાર મા તે પાંચ બાફેલા ઈંડા સેવન કરતી. શરીર માટે પ્રોટીન એ એક ખૂબ જ અગત્ય નુ પોષકતત્વ છે.
આ સિવાય વજન ઘટાડવા માટે ભૂમિએ પાણી નુ સેવન પણ વધારી દીધુ. વધુ પાણી નુ સેવન તમારા શરીર ને તાજગી પૂરી પાડે છે અને વજન ઘટાડવા મા પણ સહાયરૂપ બને છે.
બપોર નુ ભોજન :
બપોર ના ભોજન મા ભૂમિ મુખ્યત્વે બાજરા ની રોટલી , જુવાર , ચણા અને રાજગરા તથા બટર નુ સેવન કરતી હતી .આ ઉપરાંત તે ઘણીવાર દહી અને ગ્રીલ્ડ ચિકન સેન્ડવિચ નુ પણ સેવન કરતી.
બપોર ના ભોજન બાદ નો નાસ્તો :
બપોર ના ભોજન બાદ ૪-૩૦ વાગ્યે ભૂમિ પપૈયા , સફરજન , જામફળ અથવા તો બદામ , અખરોટ અને ગ્રીન ટી નુ સેવન કરતી.
ત્યારબાદ તે ૭-૦૦ વાગ્યે ગ્રીન સલાડ નુ સેવન કરતી જેમા ફ્રુટસ અને બેરી નો સમાવેશ થતો. ક્યારેક-ક્યારેક ભૂમિ ડાર્ક ચોકલેટ નુ પણ સેવન કરતી જેમા ૭૦% કોકોઆ તથા પુષ્કળ પ્રમાણ મા એન્ટિઓક્સિડન્ટ સમાવિષ્ટ હોય છે.
રાત્રિ નો આહાર :
ભૂમિ પોતાનુ ડિનર રાત્રિ ના ૮-૩૦ વાગ્યા સુધી મા ગ્રહણ કરી લેતી. રાત્રિ ના ભોજન મા તે મુખ્યત્વે ફ્રાય માછલી , ચિકન , પનીર, બાફેલી સબ્જી ,બ્રાઉન રાઈસ વગેરે પ્રકાર ના આહાર નુ સેવન કરવા નુ પસંદ કરતી.
જેમા પુષ્કળ પ્રમાણ મા ફાઈબર સમાવિષ્ટ હોય. રાત્રે તે ભારે આહાર લેવા નુ ટાળતી.
ભૂમિ પોતાનુ વજન ઘટયા નો સંપૂર્ણ શ્રેય તેની માતા તથા ઈન્ટરનેટ ને આપે છે કારણ કે , આ બંને એ ભૂમિ ને તેના સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવા માટે પુષ્કળ પ્રમાણ મા માહિતી આપી છે અને સહાયતા પણ કરી છે.
આ ઉપરાંત ભૂમિ નાનપણ થી જ ખેલ-કૂદ મા કાર્યરત છે. તેને બેડમિન્ટન રમવુ ખુબ જ પસંદ છે. આ ઉપરાંત તે સવારે મોર્નિંગ વોક પર બપોરે જીમ મા અને સાંજે સ્વિમિંગ કરવા માટે પણ જાય છે.